Saturday, August 7, 2010

LAKSHYA

"સમય ના આગળ ના ભાગ માં 'જુલ્ફો' હોય છે અને પાછળ ના ભાગ માં 'ટાલ' હોય છે..... " - શેક્સપિયર સમય કોઈની રાહ નથી જોતો તે પોતાની ગતિ થી વહેતો રહે છે . કેટલીક વ્યક્તિ કાયમ નીરત થી જીવતી હોય છે અને ધીરજ ના ફળ મીઠા હોય તેવો તેમનો સંદેશ હોય છે પણ વધુ પડતી ધીરજ આ 'ફળ' ને સડવાનો સમય આપે છે.... . . . . .
લક્ષ્ય ગૃપ આ તમામ લોકો ના જીવન માં નવો સંચાર અને પ્રેરણા નું બળતણ પૂરું પડવાનો પ્રયત્ન કરશે..... . .


આપ સૌનો સાગર જાની"

Wednesday, February 24, 2010

LAKSHYA

:: લક્ષ્ય ::

"સપને ઉસી કે સચ હોતે હે,
જિનકે સપનોમે જાન હોતી હે ,
સિર્ફ પંખો સે કુછ નહિ હોતા ,
હોસલો સે ઉડાન હોતી હે "

મુશ્કેલીઓ , આફતો અને જોખમોમાં કેટલાક તૂટી પડે છે અને કેટલાક છેવટ સુધી ઝઝૂમી ને વિક્રમો તોડે છે.લક્ષ્ય પામવાની મેરેથોન સ્પર્ધા માં વિજયરેખા ને સ્પર્શતા બેફામ થાકી જનારા સ્પર્ધકો માંથી જે મનુષ્ય બે કદમ વધારે ભરે છે તેજ બાજીગર બને છે , નસીબ તેનેજ નમસ્કાર કરે છે , કુદરત તેની કદર કરે છે અને તેજ મહાસાગર ના મોતી નો હકદાર છે.

મિત્રો .... અવરોધો , દુખો, મુશ્કેલીઓ અને અભાવો માં સમાયેલું ભાવનાત્મક તાકાત નું બળતણ દુનિયાનો ઇતિહાસ અને દેશ ની ભૂગોળ બદલી શકવાની તાકાત ધરાવે છે. આ અવરોધ, દુખો, મુશ્કેલીઓ અને અભાવો એ લાગણી ના જખ્મો છે .

દાવાનળ કરતા 'જખ્મ' ના જામ થી લાગેલ આગ અનેકગણી શક્તિશાળી હોય છે.

હિમત અને ઉત્સાહ એ સૌથી મોટી મૂડી છે.જો આ મૂડી ને આપણે વેડફી દેશું તો દુનિયા ના સૌથી મોટા દેવાળીયા બની જશું.

આપણે સૌ આ મૂડી થી છલકતા રહીએ તેવી શુભ કામના.....
.
.
.
.

આપ સૌનો
સાગર જાની